ઓફિસ ભલે તૂટી પણ કંગનાનો જુસ્સો એકદમ અડીખમ, અભિનેત્રી મુંબઇ પહોંચી

અભિનેત્રી કંગના રનૌતની મુંબઇ ટ્રિપ પર બધાની નજર ટકેલી છે. હાલ કંગના મુંબઇ પહોંચી ગઈ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પોતાની ઓફિસ જવા માટે રવાના થઈ ગઈ.

ઓફિસ ભલે તૂટી પણ કંગનાનો જુસ્સો એકદમ અડીખમ, અભિનેત્રી મુંબઇ પહોંચી

મુંબઇ: અભિનેત્રી કંગના રનૌતની મુંબઇ ટ્રિપ પર બધાની નજર ટકેલી છે. હાલ કંગના મુંબઇ પહોંચી ગઈ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે પોતાની ઓફિસ જવા માટે રવાના થઈ ગઈ. મુંબઇ એરપોર્ટ બહાર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.. એરપોર્ટ બહાર કંગનાના સમર્થનમાં અને વિરોધમાં નારેબાજી ચાલુ હતી તે દરમિયાન કંગના એરપોર્ટથી રવાના થઈ ગઈ. મુંબઇ આવતા પહેલા કંગનાનો કોરોના ટેસ્ટ પણ થયો જે નેગેટિવ આવ્યો. જો કે આજ સવારથી કંગનાની મુંબઇમાં એન્ટ્રી પહેલા જ ખુબ ધમાલ જોવા મળી. બીએમસીએ ગેરકાયદેસર બાંધકામનું કારણ આગળ ધરીને કંગનાની ઓફિસમાં તોડફોડ મચાવી. જેને કંગનાએ જડબાતોડ જવાબ આપતા તેણે પોતાની ઓફિસની રામ મંદિર ગણાવતા કહ્યું કે રામ મંદિર ફરીથી બનશે. અત્રે જણાવવાનું કે કંગનાને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વાય પ્લસ સિક્યુરિટી કવર મળેલું છે. 

— ANI (@ANI) September 9, 2020

શિવસેનાના કાર્યકરોએ કર્યો હોબાળો
મુંબઇ એરપોર્ટ બહાર શિવસેનાના કાર્યકરો પણ પહોંચી ગયા અને કાળા ઝંડા લઈને કંગના વિરુદ્ધ નારેબાજી કરી રહ્યાં હતાં. રામદાસ આઠવલેની આરપીઆઈના કાર્યકરો પણ ત્યાં હાજર હતાં અને શિવસેના અને આરપીઆઈના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. 

મુંબઇ એરપોર્ટ બહાર સમર્થકોનો ભારે જમાવડો
આ બાજુ કંગના રનૌતને આવકારવા માટે તેના સમર્થનમાં કરણી સેના અને આરપીઆઈના કાર્યકરો પહોંચી ગયા. એરપોર્ટ બહાર કંગનાના સમર્થનમાં નારેબાજી કરવામાં આવી હતી.

કંગનાને મળેલું છે વાય પ્લસ સિક્યુરિટી કવર
કંગનાએ ડર વ્યક્ત કર્યો હતો કે મુંબઇ જશે તો તેને જીવનું જોખમ છે. તેના પર હુમલો થઈ શકે છે. કારણ કે તેને હુમલાની ધમકીઓ મળેલી છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કંગનાને વાય પ્લસ સિક્યુરિટી સુરક્ષા કવર મળેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news